ગળાનાં તમામ દર્દ માટે ઉપયોગી ટીપ્સ
ગળાનાં દર્દ કાકડા : ( ૧ ) ચૂલાની બળેલી માટી ( લાલ થઈ હોય તે ) ૧૦ ગ્રામ અને ૩ ગ્રામ મ ચૂર્ણ સવાર સાંજ થોડું થોડું કાકડા પર દબાવીને ચોળવાથી ત્રણ દિવસમાં કાકડા મટી જાય છે . ( ૨ ) મીઠાંના પાણીના દિવસમાં બે – ત્રણ વાર કોગળા કરવા . ( ૩ ) બે ગ્રામ ફૂલાવેલી ફટકડી ૧૨૫ ગ્રામ ગરમ પાણીમાં નાખી કોગળા કરવા . ( ૪ ) આંબાનાં પાન બાળી તેનો ધુમાડો લેવાથી ગળાની અંદરનાં કેટલાંક દર્દોમાં ફાયદો થાય છે .
ગળાનો દુઃખાવો : ( ૧ ) લીંબુનો રસ પીવાથી ગળાની પીડા મટે છે . ( ૨ ) ગળામાં બળતરા કે દુઃખાત્ર એક ચમચો મધ , એક લીંબુનો રસ અને લાલ મરચાંનો તદ્દન થોડો પાઉડર દિવસમાં બે – ત્રણ વાર લેવાથી થાય છે .
ગળાનો સોજો : ( ૧ ) કેળાની છાલ ગળા ઉપર બહાર બાંધવાથી ગળાનો સોજો મટે છે . ( ૨ ) એકે અને ૧/૪ ચમચી હળદર પાણીમાં લસોટી અડધા ગ્લાસ પાણીમાં ઉકાળો કરવો . ઠંડો પડ્યે ગળામાં ધારણ થોડી વાર મોંઢામાં રાખી ધીમેથી ગળી જવો . સવાર – સાંજ તાજો ઉકાળો બનાવો . એનાથી ગળાનો સોજો , આ સોજો , મોંઢાનાં ચાંદાં , અવાજ બેસી જવો વગેરે ફરિયાદો ચાર – પાંચ દિવસમાં મટે છે . ( ૩ ) અજમાનો ઉકાળો અ એ અજમાનો અતિ બારીક પાઉડર દિવસમાં ચારેક વખત નિયમિત સેવન કરવાથી ગળાનો સોજો મટે છે . ગળું સુકાવું ઃ ગોળનું પાણી બનાવી ચાર પાંચ વાર વસ્ત્રગાળ કરી પીવું . અથવા ગરમીના દિવસો હોય લીમડાના પાનનો ૧૨ ગ્રામ રસ પીવો .
ગળું બેસી જવું ગળું બેસી જાય ત્યારે આદુના નાના નાના ટૂકડા કરી મોંમાં રાખી મૂકી ચૂસીને રસ નીચે હળવે હળવે ઉતારતા રહેવું . ગળું સાફ : ડુંગળીનું કચુંબર જીરું અને સિંધવ નાખી ખાવાથી ગળું સાફ રહે છે , કફની ખરેટી બાઝતી અને પેટમાંનાં ઝેરી તત્ત્વોનો નાશ થાય છે .
નોંધ : નમસ્કાર વાંચક મિત્રો www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ પર મુકવામા આવતા દરેખ લેખ અન્ય વેબસાઈટ અથવા સોર્સ પર થી લેવામા આવે છે. કોઈ પણ નુસખા કે ઘરેલું ઉપચાર કરતા પહેલા ડોક્ટર ની સુલાહ જુરુર લેવી. જો કોઈ આડ અસર થશે તો તેના માટે જવાબદાર www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ રહેશે નહી તેની ખાસ નોંધ લેવી.