ગેરેન્ટી વાંકાચૂકા, આગળ પડતા અને અવ્યવસ્થિત દાંત વગર ખર્ચે માત્ર આ દેશી રિત્ર થઈ જશે સરખા

આજના યુગમાં સુંદર અને સ્માર્ટ દેખાવું તે દરેક માટે મહત્ત્વનું છે. તેથી તેઓ પોતાના પૈસા સૌંદર્ય પ્રસાધનોમાં ખર્ચતા જોવા મળે છે. વ્યક્તિના ચહેરા ઘાટ અને દેખાવમાં દાંત મહત્વનો ભાગ ભજવે છે. સારા દેખાવ વાળી વ્યક્તિને સામાન્ય રીતે વધારે મહત્ત્વ મળે છે તેમજ તેવી વ્યક્તિને આત્મવિશ્વાસ પણ વધારે હોય છે.જેથી તેમને સામાજિક માન-સન્માન પણ વધારે સારી રીતે મળે છે. વાંકા ચૂકા અને આગળદાંત વાળી વ્યક્તિ તેમજ બાળકોને મજાક, મસ્તી કે ચીડવણીનો સામનો પણ કરવો પડે છે. જેથી બાળકોમાં સેલ્ફ કોન્ફિડન્સ ઘટી જાય છે.

વાંકાચૂંકા દાંત, દાંત વચ્ચેની જગ્યા અને આગળ પડતા દાંતની સમસ્યા ની સારવાર ઓર્થો ડેન્ટિસ્ટ પાસે કરાવવાથી દાંત એકદમ નોર્મલ બનાવી શકાય છે. બાળપણમાં વાંકાચૂંકા દાંતની સમસ્યાની શરૂઆત થઈ હોય છે, તેથી બાળક જ્યારે નાનું હોય ત્યારે જ સારવાર કરાવી લેવી જોઈએ. જેથી મોટા થઈને આ સમસ્યા ન રહે.દૂધના દાંત વહેલા કે મોડા પડવા અને જેમ બાળક અમુક સમય ગાળામાં ચાલતાં કે બોલતા શીખી જવું જોઈએ. તેવી જ રીતે દૂધ ના દાંત અમુક સમયગાળામાં પડી જવા જોઈએ. બાળકોની ટેવો જેવી કે હોઠ ચૂસવાની, અંગૂઠો કે આંગળી મોઢામાં લેવાની, મોઢું ખુલ્લું રાખીને સૂવાની વગેરે જેવી ટેવો બાળકોના દાંત અને જડબાંને વિપરીત અસર કરતી હોય છે. પરિણામે બાળકોના જડબાનો વિકાસ ઘટી અથવા વધી જાય છે.

ઘણાં બાળકો કે વ્યક્તિના દાંતની સાઇઝ અને જડબાંની સાઇઝ ને મેચ કરતી નથી અથવા તો દાંત વધારે કે ઓછા હોય છે. જેથી વાંકાચૂંકા દાંતની વચ્ચે જગ્યા રહી જતી હોય છે. ઘણા પ્રકારનાં બ્રશીસ આવતાં હોય છે. મુખ્ય સિરામિક અને મેટલ બ્રશીસ હોય છે. સિરામિક એટલે કે દાંતના કલરનાં બ્રશીસ. મેટલ બ્રશીસ પણ ઘણાં જ પ્રચલિત છે.આ પ્રકારનાં બ્રશીસની સારવારમાં ચાર દાંત પાડવાની જરૂર પણ પડી શકે છે. આ દાંતની પાડવાથી કોઈપણ પ્રકારની સમસ્યા ઉદ્ધવતી નથી અને દાંત પાડયા પછી તેની જગ્યાએ આગળના દાંત અથવા તો પાછળ દાંત આવી જતાં હોય છે. જેથી નવા દાંત નાખવાની પણ જરૂર પડતી નથી.

 

દાંતની કોઈપણ સપાટી પરનું દાંતનું ખનિજ દ્રવ્ય ઓગળી જતા પડેલા ખાડાને દાંતનો સડો કહે છે. સફેદ કલરના દાંતમાં દાંતનો સડો કાળા કે બ્રાઉન કલરના ખાડા રુપે જોવા મળે છે. દાંત નો સડો કોઈપણ ઉમરની વ્યક્તિને થઈ શકે છે બાળકોમાં દાંત ના સડાનુ પ્રમાણ વધુ જોવા મળે છે. દાંતની માવજત યોગ્ય અને દરરોજ થવી જરુરી છે કારણકે શરીરની તંદુરસ્તીની શરુઆત દાંતની તંદુરસ્તીથી થાય છે.બાળકોના દૂધના અને કાયમી દાંત આવતા હોય ત્યારનો સમય જે ૬ થી ૧૨ વર્ષ દરમિયાન છે. ઓથોંડેન્ટિસ્ટના નિરીક્ષણમાં રાખવાથી ભવિષ્યમાં વાંકાચૂકા દાંત અને દાત વચ્ચેની જગ્યા કાયમી દાંતમાં ફેરવાતા રોકી શકાય છે. સારવાર દરમ્યાન લગભગ દુ:ખાવો થતો નથી. આ સારવારનાં પરિણામો ખુબ જ સારાં હોય છે. જયારે સારવાર એક નિષ્ણાત ડોકટર દ્વારા અત્યાધુનિક ટેકિનકથી કરવામાં આવે છે.દાંતની જાળવણી માં સૌથી વધુ મહત્વ સફાઈ છે. દાંતની ઓછામાં ઓછી બે વાર સફાઈ જરુરી છે. સવાર કરતા પણ રાત્રે દાંત બ્રશ કરવા અત્યંત જરુરી છે. રાત્રિ ના અન્નકણો દાંતમાં જો ભરાઈ રહે તો આખી રાત ના સમય દરમ્યાન બેક્ટેરીયાને મોક્ળુ મેદાન મળે અને આ અન્નકણૉ માંથી પેદા થયેલા એસિડથી દાંતની અંદર સડો પેદા થાય અને જો પહેલાથી હોય તો વધે છે.

Todaygujarat.press સાઇટ પર મુકવામા આવેલ તમામ માહિતી અન્ય સોર્સ પરથી લેવામા આવી છે. કોઈ પણ નુસખા નો પ્રયોગ કરતા પહેલા ડોક્ટર ની સલાહ અને સુચન જરુર લેવી. કોઈ પણ આડ અસર ની જવાબદારી Todaygujarat.press ની રહેશે નહી. આભાર

 

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *