શા માટે જમ્યાં પછી ખાવામાં આવે છે વરિયાળી ફાયદા….જાણો અને શેર કરો

તમે મોટાભાગે લગ્ન સમારોહ માં કે પછી હોટેલ માં વરિયાળી રાખેલી જોઈ હશે જેનો પ્રયોગ તમે જમ્યા પછી કરો છો. જમ્યા પછી મોટાભાગે લોકો વરિયાળી ખાતા હોય છે પણ શું તમે જાણો છો કે આખરે શા માટે વરિયાળી જમ્યા પછી જ ખામાં આવે છે? તેનું એક મુખ્ય કારણ એ છે કે તેનાથી પાચન ક્રિયા ઝડપથી કામ કરે છે અને ખોરાક જલ્દી થી પછી જાય છે. એવામાં જો વરિયાળી સાથે મિશ્રી કે પછી ખાંડ મિલાવી દેવામાં આવે તો તે વધુ સારું લાગે છે. આ સિવાય પણ અમે તમને આજે વરિયાળી ખાવાના ફાયદા વિશે જણાવીશું.બદામ, વરિયાળી અને મિશ્રી ને સમાન માત્રામાં મિલાવીને પીસી લો. પછી તેને નિયમિત રૂપથી દરેક રાત અને દિવસ ને જમ્યા પછી ખાઓ, આવું કરવાથી તમારું પાચનતંત્ર દુરસ્ત રહેશે અને તમારી યાદશક્તિ પણ સારી રહેશે.જો કોઈ મહિલાને અનિયમિત પીરિયડ્સ છે અને અસહનીય દર્દ પણ છે તો તે દરેક દિવસ નિયમિત રૂપે વરિયાળી ન સેવન કરી શકે છે. જેનું પરિણામ બે મહિના માં જ આવી જાય છે.દરેક દિવસ વરિયાળી ખાવાથી તમારા આંખો ની રોશની પણ ઠીક રહે છે.

જો તમે ઈચ્છો તો તેમાં મિશ્રી પણ મિલાવી શકો છો.જો કોઈના મોં માંથી ખુબ જ દુર્ગંધ આવી રહી છે તો તેને નિયમિત રૂપથી દિવસમાં ત્રણથી ચાર વાર અળધી સીમાચી જેટલી ચાવો। આવું કરવાથી મોં માંથી દુર્ગંધ આવવાની બંધ થઇ જાશે અને શ્વાશ ની દુર્ગંધ પણ ખતમ થઇ જાશે.જો દરેક દિવસ તમે નિયમિત રૂપથી સવારે ખાલી પેટ વરિયાળી ખાશો તો તેના લીધે લોહી શુદ્ધ બનશે અને ત્વચામાં પણ નવી ચમક આવશે.વરિયાળી માં કૈલ્શિયમ, પોટેશિયમ સિવાય આયરન અબે સોડિયમ જેવા ઔષધીય તત્વ મળી આવે છે, તેનું દરેક દિવસ સેવન કરવાથી તમારી બોડીમાં થનારી આ બધી ખામીઓ ખતમ થઇ જશે..દરેક દિવસ વરિયાળી નો પ્રયોગ કરવાથી ખાંસી, મોં માં ના ચાંદા, લુઝ મોશન જેવી બીમારીઓ નહીં થાય અને જો આ સમસ્યા થઇ ગઈ છે તો એવામાં વરિયાળી નું સેવન સમય સમય પર કરતા રહો.8.  જો શરદીના લીધે તમારો અવાજ બેસી ગયો છે તો એવામાં સાંતળેલી વરિયાળી દરેક દિવસ ગરમ પાણીની સાથે ખાઓ, તેનાથી તમારો અવાજ મધુર અને સાફ બનશે.જો તમે ઈચ્છો ચો કે તમારું કોલેસ્ટ્રોલ ના વધે તો તમારે લગભગ 30 મિનિટ સુધી એક ચમચી વરિયાળી ચાવવી જોઈએ. વરિયાળી તમારા વધેલા કોલેસ્ટ્રોલ ના સ્તર ને નિયંત્રિત કરી શકે છે.જો તમે ઘણા દિવસો થી ઉધરસ થી હેરાન થઇ ગયા છો તો એકે ચમચી વરિયાળી ને બે કપ પાણી માં ઉકાળી લઈ અને તેનું મિશ્રણ બનાવી લો. હવે આ મિશ્રણ ને દિવસમાં બે કે ત્રણ વાર પીઓ તેનાથી તમારા આંતરડાઓ સ્વસ્થ રહેશે અને ઉધરસ પણ દૂર થઇ જાશે.જમ્યા પછી રોજ 30 મિનિટ બાદ વરિયાળી ખાવાથી કોલેસ્ટ્રોલ કાબુમાં રહે છે.

5-6 ગ્રામ વરિયાળી લેવાથી લીવર અને આંખોની જ્યોતિ સારી રહે છે. અપચા જેવા રોગની અંદર વરિયાળી ખુબ જ ઉપયોગી છે. તળ્યા કે શેક્યા વિનાની વરિયાળીના મિક્સર વડે અપચામાં ઘણો લાભ થાય છે. બે કપ પાણીમાં એક ચમચી ઉકાળેલી વરિયાળીને બે થી ત્રણ વખત લેવાથી અપચામાં અને કફમાં ઘણી રાહત થાય છે. અસ્થમા અને ઉધરસના ઉપચાર માટે વરિયાળી ખુબ જ ઉપયોગી છે. કફ અને ઉધરસ વખતે વરિયાળી ખાવી ઉત્તમ છે. ગોળની સાથે વરિયાળી લેવાથી માસિક ધર્મ નિયમિત થાય છે. આનાથી બાળકના પેટનો આફરો ઉતરી જાય છે. એક કપ પાણીમાં એક ચમચી વરિયાળી નાંખીને ઉકળવા દો અને તેને ઠંડુ થયા બાદ બાળકને આપો આનાથી કોલિકના ઉપચારમાં મદદ મળે છે. બાળકને આનું એક થી બે ચમચી જેટલુ જ મિશ્રણ આપવું. વરિયાળીના પાવડરને ખાંડની સાથે બરાબર માત્રામાં ભેળવીને લેવાથી હાથ પગમાં થતી બળતરા દૂર થઈ જશે.

Todaygujarat.press સાઇટ પર મુકવામા આવેલ તમામ માહિતી અન્ય સોર્સ પરથી લેવામા આવી છે. કોઈ પણ નુસખા નો પ્રયોગ કરતા પહેલા ડોક્ટર ની સલાહ અને સુચન જરુર લેવી. કોઈ પણ આડ અસર ની જવાબદારી Todaygujarat.press ની રહેશે નહી. આભાર
અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *