ઘરે જ બનાવો વટાણા અને પાલક રોલ ! જાણો આસાન રીત…

સામગ્રી : – મેંદો ૧ કપ , વટાણા ( ફોલેલા ) ૧ કપ , પાલકની ભાજી ૧ કપ , મીઠું સ્વાદ પ્રમાણે , લીલા વાટેલા મરચાં ૧ ટી . સ્પુન , જાયફળ પાવડર ૧ / ૪ ટી સ્પૂન , ચીઝ ક્યૂબ બે નંગ , તેલ ચોપડવા માટે , સોડા ચપટી , ઘી ૨ ટેબલ સ્પૂન .

રીત :

મેંદાને ચાળી તેમાં ઘીનું મોણ , મીઠું , સોડા નાખી પૂરી જેવો નરમ લોટ બાંધવો . લોટને અર્ધા કલાક રાખી મૂકવો . વટાણાને મિક્સરમાં વાટી લેવો . પાલકની ભાજીને પણ મિક્સરમાં પેસ્ટ કરવી . કડાઈમાં વટાણાનો માવો અને ભાજીની પેસ્ટ મિક્સ કરી શેકવું . પાણી બળી જવું જોઇએ . પૂરણ કોરું થવું જોઇએ . વાટેલા લીલા મરચા , જાયફળ પાવડર મીઠું પૂરણમાં મિક્સ કરવું .

લોટને ફરી એકવાર મસળી અખરોટ જેવા લૂવા કરવા . ચોરસ પૂરી વણવી . પૂરી પર વટાણા – ભાજીનું પૂરણ પાથરવું . તેની પર ખમણેલી ચીઝ પાથરવી . સ્વીસ રોલ જેવું વાળવું અને ચોખ્ખા સફેદ મલમલના કપડાંમાં વીંટાળી દેવા . કલાક પછી રોલ પર તેલ ચોપડવું અને ગરમ કરેલા ઓવનમાં ૧૮૦ ૦ સેન્ટીગ્રેડ પર અર્ધા કલાક બેક કરવું ( દસ મિનિટે રોલને ફેરવવા ) બદામી રંગના અને કડક થાય ત્યાં સુધી બેક કરવું .

Todaygujarat.press સાઇટ પર મુકવામા આવેલ તમામ માહિતી અન્ય સોર્સ પરથી લેવામા આવી છે. કોઈ પણ નુસખા નો પ્રયોગ કરતા પહેલા ડોક્ટર ની સલાહ અને સુચન જરુર લેવી. કોઈ પણ આડ અસર ની જવાબદારી Todaygujarat.press ની રહેશે નહી. આભાર

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *