બટેટા ખાવાના શોખીન લોકો માટે ખુબજ ઉપયોગી માહિતી.. જાણો તેનાથી થતા ફાયદા અને નુકશાન

મિત્રો તમે બટેટા ખાતા જ હશો તેમજ ઘણા લોકોને તો તે અતિશય પ્રિય હોય છે. આથી જ તેઓ બટેટાને વિવિધ ખાદ્ય પદાર્થો સાથે ખાય છે. જો કે બટેટાના ઘણા ફાયદાઓ પણ છે. પણ તેનું સેવન એક ચોક્કસ લિમિટમાં થવું જોઈએ. જો તમે તેનું સેવન વધુ પડતું કરો છો તો તમારા સ્વાસ્થ્યને તે નુકશાન કરી શકે છે. આથી તેનું સેવન કરતા સમયે આ વાતોનું ધ્યાન જરૂર રાખો.

બટેટા એક એવું શાક છે જેનું સેવન દરેક ભારતીય લોકો કરે છે. પૌષ્ટિક તત્વોથી ભરપુર બટેટાની અંદર સ્ટાર્ચ વધુ રહેલ છે. તે વિટામીન એ, વિટામીન સી, પોટેશિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, આયર્ન, ઝીંક વગેરેથી ભરપુર હોય છે. તમને જણાવી દઈએ કે, તેના સેવનથી માત્ર પાચનક્રિયામાં સુધાર આવે છે પરંતુ કોલેસ્ટ્રોલને ઓછું કરવાની સાથે તે કેન્સર, ડાયાબિટીસ અને હૃદય સંબંધિત સમસ્યાને પણ દુર રાખે છે. પણ તેનું વધુ સેવન શરીરને નુકશાન કરે છે. આજે અમે તમને આ લેખમાં બટેટાના સેવનથી શરીરને શું ફાયદો થાય છે અને ક્યાં નુકશાન થાય છે એના વિશે જણાવશું.

પાચનક્રિયા : તમને જણાવી દઈએ કે, બટેટાની અંદર કાર્બોહાઈડ્રેટ હોય છે જે પાચનક્રિયા માટે સારું છે. તેનું સેવન તે લોકો માટે સારું છે જે લોકો પોતાના ખોરાકને સહેલાઈથી પચાવી નથી શકતા. અને તેને વધુ ઉર્જાની જરૂર હોય છે. જો કે બટેટા વધુ ખાવાથી એસીડીટીની સમસ્યા થઈ શકે છે. આથી તેનું સેવન સીમિત માત્રામાં કરો. આ સિવાય જણાવી દઈએ કે, બાફેલા બટેટા અને ગરમ બટેટાની તુલનામાં કાચા બટેટામાં ફાયબર વધુ મળે છે. આમ તે કબજિયાત દુર કરે છે અને શરીરને કોલોરેક્ટલ કેન્સરથી બચાવે છે.

સ્કર્વી : બટેટાની અંદર વિટામીન સી હોય છે જે સ્કર્વી રોગને રોકવામાં મદદ કરે છે. આ રોગ વિટામીન સી ની ઉણપ અથવા એસ્કોર્બિક એસિડની કમીના કારણે થાય છે. તેની ઉણપથી શરીરમાં નબળાઈ આવવા લાગે છે અને લોકો એનીમિયાનો શિકાર થઈ જાય છે. તેની કમીથી પેઢાની સમસ્યા પણ થઈ શકે છે. શરીરમાં વિટામીન સી ની કમી થઈ જાય તો ત્વચા સંબંધી સમસ્યા પણ શરૂ થઈ જાય છે. આમ બટેટાના સેવનથી સ્કર્વીની સમસ્યાને વધતા રોકી શકાય છે.

હાઈ બ્લડ પ્રેશર : તણાવ, ડાયાબિટીસ વગેરેના કારણે હાઈ બીપીની સમસ્યા થઈ શકે છે એવામાં બટેટા આ બધા કારણોને ઓછું કરે છે. બટેટાના સેવનથી તણાવને કારણે થયેલ હાઈ બ્લડ પ્રેશરને દુર કરી શકાય છે. જ્યારે તેની અંદર મળતા વિટામીન સી અને ફાઈબર અપચોના ઈલાજ પણ કરે છે. આમ ફાઈબર કોલેસ્ટ્રોલ ઓછું કરવામાં સહાયક છે એવામાં શરીરમાં ઇન્સ્યુલિનના કાર્યમાં સુધાર લાવે છે. તમને જણાવી દઈએ કે, બટેટાની અંદર મળતા પોટેશિયમ રક્તચાપને ઓછું કરવામાં મદદ કરે છે.

હૃદય : બટેટાની અંદર મળતા વિટામીન સી, વિટામીન બી કોમ્પ્લેક્સ સ્વાસ્થ્ય માટે સારું છે. જ્યારે તેની અંદર કેરોટીનોઇડ એટલે કે લ્યૂટિન, જેક્સેન્થીન નામનું તત્વ રહેલ છે. જે હૃદય સ્વાસ્થ્ય માટે સારું છે. તે લોહીમાં ગ્લુકોઝના સ્તરને વિકસિત કરે છે. પણ તેનું વધુ સેવન વજન વધારાનું કારણ બની શકે છે અને દિલની સમસ્યા પણ થઈ શકે છે.વજન : જે લોકો પોતાનું વજન વધારવા માંગે છે તેઓએ બટેટાનું સેવન કરવું જોઈએ. બટેટાની અંદર કાર્બોહાઈડ્રેટ મળે છે જેમાં વધુ માત્રામા પ્રોટીન હોય છે. તે પાતળા લોકો માટે અમૃત સમાન છે. બટેટામાં વિટામીન સી, વિટામીન બી મળે છે જે કાર્બોહાઈડ્રેટના સમુચિત અવશોષણમાં પણ મદદ કરે છે. આથી જ પહેલવાન લોકો બટેટાનું વધુ સેવન કરે છે.

કિડનીની પથરી : યુરિક એસિડના સ્તરને વધારે છે તો કીડની પથરી જેવી સમસ્યા પેદા થાય છે. આ બાબતે વધુ પ્રોટીન વાળા આહાર લેવાથી બચવું જરૂરી છે. વિશેષ રૂપમાં દૂધ, પાલક, કાચા કેળા, કાચા ચણા, માંસ વગેરેને ડાયેટમાંથી કાઢવા માટે એક્સપર્ટની સલાહ લો. બટેટાની અંદર આયર્ન અને કેલ્શિયમ બંને હોય છે જે કિડની પથરી માટે સારું છે. પણ તેની અંદર મેગ્નેશિયમ પણ છે જે કિડનીની સાથે અન્ય ઉત્તકોમાં જામનાર કેલ્શિયમને રોકે છે. જેનાથી સાબિત થયું છે કે કિડનીની પથરી માટે બટેટા ફાયદાકારક છે.અન્ય ફાયદા : તમને જણાવી દઈએ કે બટેટાની અંદર ફાઇબર વધુ માત્રામાં હોય છે. જે કોલેસ્ટ્રોલને ઓછું કરવામાં મદદ કરે છે.

તે દ્રાવ્ય અને અદ્રાવ્ય ફાઈબરનું એક સારો સ્ત્રોત છે. એવામાં કોલેસ્ટ્રોલનું સ્તર બનાવી રાખવામાં મદદ કરે છે. આંખની અંદર ટ્રીપટોફાન મળે છે જે સારી નીંદર લાવવામાં મદદ કરે છે. આ સિવાય તેની અંદર રહેલ પોટેશિયમ માંસપેશીઓને માત્ર આરામ પહોંચાડે છે અને તેની એઠનને પણ દુર કરે છે. બટેટાની અંદર વિટામીન સી મળે છે જે સુકાયેલી ત્વચાને દુર કરવામાં મદદ કરે છે. એવામાં જો તમે પીસેલું બટેટુ દહીં સાથે મિક્સ કરો અને આ પેસ્ટને ચહેરા પણ લગાવો. તેનાથી ત્વચા ચમકદાર બને છે.

બટેટાથી થતા નુકશાન : તમને જણાવી દઈએ કે જો બટેટા ખરાબ થઈ ગયા છે તો તેનું સેવન ન કરો. તે શરીરમાં ઝેરનું કામ કરે છે. બટેટાના પાન અને ગ્રીન બટેટા ઝેરીલા પદાર્થમાં આવે છે તેની અંદર આલ્કોહોલ મળે છે આમ તે શરીર માટે નુકશાનકારક છે. જે લોકોને શુગર હોય અથવા જે લોકો વજન વધારાથી પરેશાન હોય તેમણે બટેટાનું સેવન ન કરવું જોઈએ. કારણ કે બટેટાથી ફેટ વધે છે અને ટાઈપ 2 ડાયાબિટીસ જેવી સમસ્યા થઈ શકે છે. જો શરીરમાં બટેટાની માત્રા વધી જાય તો રક્ત શર્કરાનું અસંતુલન થઈ શકે છે.

નોંધ : નમસ્કાર વાંચક મિત્રો www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ પર મુકવામા આવતા દરેખ લેખ અન્ય વેબસાઈટ અથવા સોર્સ પર થી લેવામા આવે છે. કોઈ પણ નુસખા કે ઘરેલું ઉપચાર કરતા પહેલા ડોક્ટર ની સુલાહ જુરુર લેવી. જો કોઈ આડ અસર થશે તો તેના માટે જવાબદાર www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ રહેશે નહી તેની ખાસ નોંધ લેવી.

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *