આ રીતે સ્વાદિષ્ટ મસાલેદાર વધારેલી ખીચડી બનાવશો તો રહી જશો આંગળા ચાટતા, આજે જ ઘરે બનાવો આ કાઠિયાવાડી ખીચડી

કહેવાય છે કે સાંજનું ભોજન બને તેટલું સાદુ અને હળવું હોવું જોઈએ. અને એટલે જ ઘણાંના ઘરે તો સાંજે મોટા ભાગે ખીચડી જ બનતી હોય છે. પરંતુ આ જ સાદી ખીચડીમાં જો રોજ કરતા કંઈક નવો સ્વાદ લાવવા માટે આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ નવી જ રીતે કાઠિયાવાડી વઘારેલી ખીચડી બનાવવાની રીત. આ ખીચડી પચવામાં હળવી અને સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે.

ખીચડી બનાવવા માટે સામગ્રી :

૧ વાટકી તુવેરની દાળ, ૧ વાટકી ચોખા, ૩/૪ ચમચી ઘી, ૧ ટી સ્પૂન રાઈ, ૧/૨ ટી સ્પૂન જીરું, ૧/૪ ટી સ્પૂન હિંગ, ૨ સૂકા લાલ મરચાં, ૨ ટુકડા તજ, ૩/૪ લવિંગ, ૧ તમાલપત્ર, ૧ ટી સ્પૂન હળદર, ૧ ટી સ્પૂન લાલ મરચું પાઉડર, ૧ ચમચી ધાણાજીરૂ, ૧ ચમચી મીઠું, ૧ ચમચી આદુ મરચા, ૧ ગાજર જીણું સમારેલું. ૧ વાટકી વટાણા, ૧ બટાકુ જીણું સમારેલું, ૧ ચમચી શીંગ દાણા, ૧ ટમેટું જીણું સમારેલું, જરૂર મુજબ પાણી.

ખીચડી બનાવવાની રીત :

સૌપ્રથમ દાળ ચોખા ને ધોઈ અને ૧૦ મીનીટ માટે પલાળી રાખવા. કુકરમાં ઘી ગરમ કરવા મૂકવું ઘી ગરમ થાય એટલે તેમાં રાઈ જીરું હિંગ સૂકા લાલ મરચાં આખા મરી તજ લવિંગ તમાલપત્ર નાખી ડુંગળી નાખી દેવી. એક બે મીનીટ સાંતળી લેવું પછી તેમાં આદુ મરચાની પેસ્ટ નાખી દેવી થોડીવાર સાંતળી લેવી. પછી તેમાં જીણા સમારેલા ટામેટા નાખી દેવા. અને બધા મસાલા નાખી દેવા.

ત્યારબાદ તેમાં બધા વેજીટેબલ અને શીંગ દાણા પાણી નીતારી નાખી દેવા. શાકભાજી ૨/૩ મીનીટ સુધી સાંતળી લેવા. પછી તેમાં પલાળેલા દાળ ચોખા નાખી દેવા અને મિક્સ કરી લેવું. પછી તેમાં ૩ વાટકી પાણી નાખી મિક્સ કરી લેવું. અને ૨ સીટી કરી લેવી. કુકર ઠંડું થાય એટલે ખોલી ને ખીચડી ને મિક્સ કરી લેવી. તો તૈયાર છે વઘારેલી વેજીટેબલ ખીચડી.

Todaygujarat.press સાઇટ પર મુકવામા આવેલ તમામ માહિતી અન્ય સોર્સ પરથી લેવામા આવી છે. કોઈ પણ નુસખા નો પ્રયોગ કરતા પહેલા ડોક્ટર ની સલાહ અને સુચન જરુર લેવી. કોઈ પણ આડ અસર ની જવાબદારી Todaygujarat.press ની રહેશે નહી. આભાર

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published.