ભીના વાળે સુવાથી થઇ શકે છે આટલી ગંભીર સમસ્યાઓ… જે તમને કરાવશે મોટા ખર્ચા, જાતે જ બચો આ સમસ્યાઓથી.
મિત્રો આપણી રોજીંદા જીંદગીમાં ટાઈમ ટેબલનું ખુબ જ મહત્વ રહેલું છે. તથી તેનું પાલન કરવું તે પણ ખુબ આવશ્યક છે. કેરણ કે આપણા ટાઈમ ટેબલનું સીધું કનેક્શન આપણા સ્વાસ્થ્ય સાથે જોડાયેલું છે. કારણ કે, જો તમે સમય પર ઉઠો નહિ, ખાવો નહિ તો તેનાથી થઇ શકે છે નુંકશાન. આ ઉપરાંત કોઈ કાર્યો એવા પણ હોય છે કે જેને અસમયે કરવામાં આવે તો આપણા સ્વાસ્થ્ય પર તે કાર્યનો દુષ્પ્રભાવ પડે છે.
વ્યક્તિત્વની સાથે સાથે સુંદરતા વધારતા વાળની ભૂમિકા પણ મહત્વની છે. માટે વાળની સાળસંભાળ વ્યવસ્થિત રીતે કરવી ખુબ જ જરૂરી છે. વાળને નિયમિત સમયાંતરે ધોવા ખુબ જ જરૂરી છે. પરંતુ જો તમે વાળ ધોવા માટે રાત્રીનો સમય પસંદ કર્યો હોય તો આજથી જ બંધ કરી દો રાત્રે વાળ ધોવાનું.
જ્યારે રાત્રે વાળ ધોઈને તેને સુકવ્યા વગર જ સુઈ જવાથી વાળને નુંકશાન થાય છે. વાળ ધોયા બાદ તેમાં હેઅર ક્યુટીક્લ્સ ખુબ એક્ટીવ થઇ જાય છે. અને સરળતાથી ઘુંચવાઈ જાય છે અને તેનાથી નાજુક વાળને ઘણું નુંકશાન પહોંચે છે.
ભાગદોડ ભરી જીંદગીમાં ઘણા લોકો તેના કામ થાક તેમજ આળસના કારણે ઘણી વાર દિવસે માથું ધોવાનું ટાળી તે રાત નિર્ભર પર રાખે છે. અને રાત્રે માથું ધોઈને ભીના વાળે સુઈ જતા હોય છે. પરંતુ મિત્રો શું તમે જાણો છો કે તમરી આ આદતથી તમારા સ્વાસ્થ્ય પર પડી શકે છે ખરાબ અસર.
રાત્રે નહાવાથી તેમજ માથું ધોવાથી માત્ર તાવ શરદી જેવી સામાન્ય બીમારીની થઇ શકે છે. ગંભીર સમસ્યાઓ પણ તમારી આ ખોટી આદત ઘણી બીમારીઓને જન્મ આપે છે. તો મિત્રો આ લેખ દ્વારા જાણો કે ભીના વાલે સુઈ જવાથી કેવી સમસ્યાનો સામનો કરવો પડે છે.
ભીના વાળે સુવાથી થઇ શકે છે આ સમસ્યાઓ :
ઇન્ફેકશન ઝડપથી લાગી શકે છે. જ્યારે તમે રાત્રે સુતી વખતે વાળ ધોઈને સુવો છો ત્યારે તમારા વાળ ઓશિકા અને તેના કવરના સીધા સંપર્કમાં આવે છે. તો તેવું કરવાથી તમે બેક્ટેરિયાને અનુકુળ વાતાવરણ આપો છો. આ ઉપરાંત ભીનો ટુવાલ બેડ પર રાખવાથી પણ બેક્ટેરિયા થઇ શકે છે. અને તે જ બેક્ટેરિયા તમારા સંપર્કમાં આવે છે અને ઇન્ફેકશન જન્ય બીમારી થઇ શકે છે.
ભીના વાળ સાથે રાત્રે સુવાથી થઇ શકે છે માંસપેશીઓનો દુઃખાવો. તમને કયારેય ગરદનની આસપાસ રહેલ માંસપેશીઓમાં દુઃખાવાની સમસ્યા થઇ છે. જો હા તો તેના માટે જવાબદાર કારણ છે. તાપમાનમાં રહેલું અંતર જેના લીધે ગરદનની આસપાસ દુઃખાવો થાય છે. આ ઉપરાંત સતત ભીના વાળ સાથે સુવાથી શરીર તેમજ ચહેરા પર લકવા જેવી ગંભીર સમસ્યા પણ થઇ શકે છે.
હાઈપીથેરમિયા પણ થઇ શકે છે. વધારે પડતા ઠંડા તાપમાન વાળી જગ્યાના કારણે હાઈપીથેરમિયા થવાની સંભાવના થઇ શકે છે. જે તમારી રોગપ્રતિકારક શક્તિ પર ખરાબ અસર પડે છે. જ્યારે તાપમાન ઠંડું હોય ત્યારે ટુવાલથી થપથપાવીને વાળને વ્યવસ્થિત સુકવીને ત્યાર બાદ જ સુવું જોઈએ. તેનાથી ઇન્ફેકશનથી બચી શકાય છે.
ભીના વાળ રાખી રાત્રે સુવાથી થઇ શકે છે ખંજવાળની સમસ્યા પણ. ભીના વાળ સાથે સુવાથી માથાની ત્વચા ભીની રહી જાય છે. જે એક અલગ પ્રકારની ખંજવાળ ઉભી કરે છે. તો ક્યારેક રાત્રે ભીના વાળે ન સુવું. તેનાથી ખંજવાળની સમસ્યાની સાથે સાથે તમારી ઊંઘને પણ પહોંચે છે ખલેલ.
વાળ ખારવાની સમસ્યા થઇ શકે છે. તમને અનુભવ જ હશે કે ભીના વાળ વધારે તૂટે છે. જો તમે વારંવાર ભીંના વાળે સુવો તો તમારી વાળ ખારવાની સમસ્યા વધવાની પુરેપુરી સંભાવના છે. ભીના વાળના લીધે આપણા વાળના મૂળ નબળા પડી જાય છે. જેના કારણે વાળ ખરી જાય છે.
તેમજ ભીના વાળ સાથે સુવાથી સવારે વાળ ઘુંચ વાઈ જાય છે જેના કારણે વાળના તુટવાની સંભાવના વધારે રહે છે. ખાસ કરીને જેને લાંબા વાળ હોય તેનામાં આ સમસ્યાનું પ્રમાણ વધારે જોવા મળે છે.
ખોડાની સમસ્યા પણ પેદા થાય છે. માથાની ત્વચા ભીની રહેવાથી માથામાં રહેલ સેબેસીઅસ ગ્લાઇન્ડ પ્રભાવિત થાય છે. જેના કારણે તેલ ઉત્પન્ન થાય છે. તેના કારણે માથા પરનું PH સંતુલન બગડી જાય છે. પરિણામ સ્વરૂપે ખોડો થાય છે. તેમજ અત્યાધિક તૈલીય ત્વચાની સમસ્યા થઇ શકે છે.
ભીના વાળે સુવાની સૌથી સામાન્ય સમસ્યા છે માથાનો દુઃખાવો. ભીના વાળે રાત્રે સુઈ ગયા બાદ સવારે જ્યારે ઉઠો ત્યારે માથાનો દુઃખાવો થાય છે. તેનું કારણ છે ઝડપથી તાપમાનમાં થતા ફેરફાર. જો હવે તમે પણ આજ સુધી ભીના વાળ રાખી સુતા હોય તો આજથી આ બંધ કરી દેજો અને વાળને પણ કુદરતી રીતે સુકાવવાનું રાખજો…
નોંધ : નમસ્કાર વાંચક મિત્રો www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ પર મુકવામા આવતા દરેખ લેખ અન્ય વેબસાઈટ અથવા સોર્સ પર થી લેવામા આવે છે. કોઈ પણ નુસખા કે ઘરેલું ઉપચાર કરતા પહેલા ડોક્ટર ની સુલાહ જુરુર લેવી. જો કોઈ આડ અસર થશે તો તેના માટે જવાબદાર www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ રહેશે નહી તેની ખાસ નોંધ લેવી.