એ કયું કારણ છે કે નીતા અંબાણી વર્ષમાં ખાસ સમયે રહે છે લોકોથી દૂર અને રાખે છે પોતાનો ફોન પણ બંધ.. જાણો એ કારણ

એશિયાની પાવરફુલ બિઝનેસવુમનની વાત કરીએ તો તેમાં નીતા અંબાણીનું નામ ચોક્કસ આવશે. નીતા અંબાણી એક એવી મહિલા છે જેમના સોશિયલ મીડિયા પર લાખો ફોલોઅર્સ છે. નીતા પોતાની સુંદરતા અને અનોખી સ્ટાઈલને કારણે ઘણીવાર ચર્ચામાં રહે છે. નીતા અંબાણી માત્ર ભારતમાં જ નહીં વિદેશમાં પણ ખૂબ જ લોકપ્રિય છે. એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીની પત્ની હોવા છતાં નીતા અંબાણીની પોતાની એક અલગ ઓળખ છે.

નીતા અંબાણી એક સમયે શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા હતા તેથી તેમણે શિક્ષણ ક્ષેત્રે મહત્વનું યોગદાન આપ્યું છે. નીતા અંબાણીએ ઘણા ગરીબ બાળકોની જવાબદારી પણ લીધી છે. નીતા અંબાણી પાસે પૈસા અને લક્ઝરીની કોઈ કમી નથી. તેમની પાછળ લોકોની લાઈન લાગે છે.

પરંતુ શું તમે જાણો છો કે આટલી સેલિબ્રિટી હોવા છતાં નીતા અંબાણી વર્ષમાં થોડા દિવસ માટે દુનિયાથી અલગ થય જાય છે. આ એવા દિવસો છે જ્યારે તે ન તો કોઈની સાથે વાત કરે છે અને ન તો કોઈનો ફોન ઉપાડે છે. આ દિવસોમાં તે પોતાનો ફોન સ્વીચ ઓફ રાખે છે. નીતા અંબાણી આવું કેમ કરે છે? તેણે પોતે એક ઈન્ટરવ્યુમાં આ વાતનો ખુલાસો કર્યો હતો. તેણે આવું કરવા પાછળનું કારણ જણાવ્યું. નીતા અંબાણીએ કહ્યું હતું કે જ્યારે સ્કૂલમાં એડમિશનનો સમય આવે છે ત્યારે તે લોકોથી સંપૂર્ણપણે દૂર થઈ જાય છે.

નીતાએ જણાવ્યું કે આ સમય દરમિયાન તેને લોકોને મળવાનું પણ પસંદ નથી. આટલું જ નહીં, જ્યારે સ્કૂલમાં એડમિશન ચાલુ હોય છે, તે દરમિયાન તે પોતાનો ફોન પણ સ્વીચ ઓફ રાખે છે. બધા જાણે છે કે, અંબાણીઓની મુંબઈમાં ‘ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ’ નામની એક શાળા પણ છે, જેમાંથી નીતા અંબાણી સંસ્થાપક અને અધ્યક્ષ છે.

આ શાળા મુંબઈના લોખંડવાલામાં આવેલી છે. આ શાળામાં મોટા ઉદ્યોગપતિઓ અને વીઆઇપીના બાળકો અભ્યાસ કરે છે. આ શાળાની ગણના ભારતની ટોચની 5 શાળાઓમાં થાય છે. શાળામાં બાળકોના શિક્ષણ માટે તમામ આધુનિક સુવિધાઓ છે. બાળકોના શાળાકીય અભ્યાસથી લઈને તેમના વ્યક્તિત્વ વિકાસ પર પણ ભાર મૂકવામાં આવે છે.

તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ સ્કૂલમાં ઘણા પ્રખ્યાત સ્ટાર્સના બાળકો અભ્યાસ કરે છે. આ શાળામાં અમિતાભ બચ્ચનની પૌત્રી આરાધ્યા બચ્ચન, આમિર ખાનનો પુત્ર આઝાદ રાવ ખાન, શાહરૂખ ખાનનો પુત્ર અબરામ ખાન વગેરે અભ્યાસ કરે છે. કરિશ્મા કપૂર અને રવિના ટંડનના બાળકો પણ અહીંથી જ ભણ્યા છે.

નીતા અંબાણીના જણાવ્યા અનુસાર, જેમ જેમ એડમિશનનો સમય નજીક આવે છે, તેમ તેમ લોકોને લોકો તરફથી ભલામણના કોલ આવવા લાગે છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેમના બાળકોને આ શાળામાં પ્રવેશ મળવો જોઈએ. જો કે, તે ઈચ્છે તો પણ આ કરી શકતી નથી, કારણ કે આટલા બધા બાળકોને શાળામાં પ્રવેશ આપવો શક્ય નથી. આવી સ્થિતિમાં, લોકોને ના પાડવા કરતાં, તેઓ આ પરિસ્થિતિને અવગણવામાં વધુ સારું માને છે.

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *