WHO ની ચેતવણી, હવે કોરોના વાયરસ સાથે જ જીવતા શીખવું પડશે, યુવાનો ને પણ એટલું જ રહેશે જોખમ

સમગ્ર દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ ફેલાઈ રહ્યું છે. કોરોનાના સંક્રમણને ફેલાવવાને લઈને અલગ અલગ દેશોના વૈજ્ઞાનિકો અલગ અલગ દાવા કરી રહ્યાં છે. કોરોનાનો નાશ કરવા માટે અનેક દેશોએ લોકડાઉન કર્યું, પરંતુ તેની સીધી અસર તે દેશની અર્થવ્યવસ્થા ઉપર પડી હતી. WHOએ ગુરુવારે ચેતવણી આપી કે હાલ કોરોના વાયરસની વેક્સીન બનવામાં સમય લાગવાનો છે. ત્યાં સુધી દુનિયાએ તેની સાથે જીવતા શીખી લેવું જોઇએ. ત્યારે હવે વિશ્વ આરોગ્ય સંસ્થા WHO દ્વારા ગંભીર ચેતવણી આપી છે અને કહ્યું છે કે, કોરોના આપણી વચ્ચે લાંબો સમય રહેશે આપણા જીવતા શીખવું પડશે.

WHO ના પ્રમુખ ટેડ્રૉસ અડહૉનમ ગીબ્રીએસુસે કહ્યું કે દુનિયાએ કોરોના વાયરસ સાથે જીવતા શીખવું પડશે. WHO નું કહેવું છે કે જો યુવાનો એવુ સમજી રહ્યા હોય કે તેઓને આ વાયરસ થી કોઇ ખતરો નથી કે ઓછો છે તો અમે તમને જણાવી દઈએ કે યુવાનોને ન ખાલી સંક્રમણ પણ મોત થવાની પણ સંભાવના બનેલી છે. અને આ દ્વારા તે અનેક નબળા વર્ગો સુધી તેને ફેલાવાનું કામ પણ કરે છે.

વિશ્વ સ્વાસ્થય સંગઠને ચેતવણી આપતા કહ્યું છે કે કોરોના લાંબા સમય સુધી આપણી વચ્ચે રહેશે. સાથે જ તેમણે કહ્યું છે કે કોરોના ફેલાયાને 7 મહિના થયા અને અત્યાર સુધીમાં કમિટી દ્વારા ચાર બેઠક કરવામાં આવી છે. જે બેઠકના અંતે તેમણે કહ્યું કે લાંબા સમય સુધી કોરોના આપણી વચ્ચે રહેશે.

કમિટીમાં 17 સભ્યો છે અને 12 સલાહકાર છે. તેમાં સૌ કોઈનું આજ કહેવું છે કોરોનાને કાબૂમાં કરવા માટે વિશ્વના દેશોએ બે થી ત્રણ મહિના સુધી લોકડાઉન કર્યું, પરંતુ તેના કારણે તમામ દેશોની અર્થવ્યવસ્થા પર અસર પડી હતી. મહત્વનું છે કે આ બેઠકમાં વિશ્વ સ્વાસ્થય સંગઠનના પ્રમુખ ટેડ્રોસ પણ શામેલ હતા. જેમણે કહ્યું કે આ મહામારી લાંબા સમય સુધી આપણી વચ્ચે રહેશે અને 100 વર્ષમાં આવી મહામારી એક વાર આવતી હોય છે. સાથે જ ટેડ્રોર્સે કહ્યું કે દુનિયાભર ના લોકોએ માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટેસિંગ રાખવાના નિયમોનું કડક પણે પાલન કરવું જોઇએ. WHOએ અમેરિકા, બ્રાઝિલ, ભારત, સાઉથ આફ્રિકા અને કોલંબિયામાં કથળતી સ્થિતિ મામલે ચિંતા વ્યક્ત કરી.

નોંધ : નમસ્કાર વાંચક મિત્રો www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ પર મુકવામા આવતા દરેખ લેખ અન્ય વેબસાઈટ અથવા સોર્સ પર થી લેવામા આવે છે. કોઈ પણ નુસખા કે ઘરેલું ઉપચાર કરતા પહેલા ડોક્ટર ની સુલાહ જુરુર લેવી. જો કોઈ આડ અસર થશે તો તેના માટે જવાબદાર www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ રહેશે નહી તેની ખાસ નોંધ લેવી.

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *