મહિલાઓ આવી રીતે કેળા ખાશો તો શરીરમાં થશે અદ્દભુદ ફાયદાઓ, ફાયદા જાણી વિશ્વાસ નહીં આવે.. 99% મહિલાઓ નથી જાણતી
મિત્રો કેળા એક એવું ફળ છે જે બધા જ લોકો માટે લાભદાયી હોય છે. બાળકોથી લઈને વૃદ્ધો સુધી બધા જ લોકો માટે કેળા ખાવા ખુબ જ ફાયદાકારક હોય છે. વૃદ્ધ લોકોને દાંત કમજોર હોવાથી બીજા ફળ ખાવા મુશ્કેલ લાગે, પરંતુ કેળા ખુબ જ આસાનીથી ખાઈ શકાય છે. પરંતુ મિત્રો કેળા આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભકારી હોય છે. પરંતુ આજે અમે તમને આ લેખમાં કેળાને લઈને ખુબ જ મહત્વની વાત જણાવશું.
મિત્રો તમે ક્યારેય એવું વિચાર્યું છે કે કેળા ખાવા મહિલાઓ માટે શું ફાયદાકારક છે ? તો મિત્રો આજે અમે તમને આ લેખમાં જણાવશું કે મહિલાઓએ કેળાનું સેવન કરવું જોઈએ કે ન કરવું જોઈએ. તો મિત્રો તમને જણાવી દઈએ કે મહિલાઓએ કેળા સેવન અવશ્ય કરવું જોઈએ. કેમ કે આજકાલ મહિલાઓ ઘરકામની સાથે સાથે બહાર પણ કામ કરવા લાગી છે. જેના કારણે મહિલાઓની બે ગણી એનર્જી નો ઉપયોગ થતો હોય છે. જેના કારણે તેને વધારે કેલ્શિયમની જરૂર હોય છે. તો તેવામાં માત્ર કેળા એવું ફળ છે જેમાં ભરપુર માત્રામાં કેલ્શિયમ હોય છે. તો આજે અમે તમને આ લેખમાં જણાવશું કે મહિલાઓ માટે કેળા ખાવા કેટલા ફાયદાકારક હોય છે. તો ચાલો જાણીએ તેના ફાયદાઓ વિશે.
1) : મહિલાઓ જ્યારે ઘર બહાર કોઈ કામ સંભાળે ત્યારે તેના ચહેરાની ચમક વધારે કામના ભારણને લઈને ઓછી થઇ જાય છે. પરંતુ પ્રતિદિન કેળા ખાવાથી તેના ચહેરાની ચમક બની રહે છે. તેની સાથે સાથે સ્કીનમાં પણ ગ્લો આવે છે અને ચહેરામાં તેજ દેખાય છે. માટે જો કોઈ મહિલા પોતાના ચહેરામાં ગ્લો ચમક લાવવા માંગે છે તો તેમણે રોજ કેળાનું સેવન કરવું જોઈએ.
2) હાડકાં : મહિલાઓ પુરુષોની અપેક્ષા કરતા વધારે કામ કરતી હોય છે. એટલા માટે તેના હાડકાં વહેલા કમજોર થવા લાગતા હોય છે. પરંતુ કેળા ખાવાથી માહિલાઓના હાડકાં મજબુત બને છે. માટે જો મહિલાઓએ લાંબા સમય સુધી હાડકાંને મજબુત કરવા હોય તો રોજ કેળાનું સેવન કરવું જોઈએ.
3) ચીડિયાપણું : મોટા ભાગે આપણા શરીરમાં લોહીની કમીને કારણે ચીડિયાપણું આવી જતું હોય છે. પરંતુ આ સમસ્યા મહિલાઓમાં વધારે જોવા મળતી હોય છે. પરંતુ જો કેળાનું સેવન રોજ કરવામાં આવે તો મહિલાઓને લોહીની કમી નથી રહેતી અને ચીડિયાપણું પણ દુર થઇ જાય છે.
4) યાદશક્તિ: બનાવી રાખવા માટે સહાયક : કેળામાં કેલ્શિયમની માત્રા ભરપુર હોવાથી યાદશક્તિ તેજ કરવામાં મદદ મળે છે. એટલા માટે જો મહિલાઓ કેળાનું સેવન કરે તો તેની યાદશક્તિ પણ મજબુત બને છે.
5) લોહીનું નિર્માણ : સામાન્ય રીતે આજના સમયમાં ઘણી બધી મહિલાઓના શરીરમાં લોહીની કમી જોવા મળતી હોય છે. પરંતુ જો રોજ કેળાનું સેવન કરવામાં આવે તો શરીરમાંથી લોહીની કમી દુર થઇ જાય છે. એટલા માટે મહિલાઓએ કેળાનું સેવન અવશ્ય કરવું જોઈએ.
6) ગર્ભવતી મહિલાઓ માટે જરૂરી : ગર્ભવતી મહિલાઓ માટે કેળા ખુબ જ ફાયદાકારક હોય છે. કેળા ખાવાથી ગર્ભવતી મહીલાના ગર્ભમાં રહેલું બાળક પણ તંદુરસ્ત બને છે. એટલા માટે ગર્ભવતી મહિલાઓએ કેળાનું સેવન અવશ્ય કરવું જોઈએ.
ક્યારે/કેવા ખાવા : કેળાનો સમાવેશ સવારના નાસ્તામાં કરવો જોઈએ પરંતુ તે ખાલી પેટે ક્યારેય ખાવા ન જોઈએ. કેળાને સવારે ભૂખ્યા / ખાલી પેટે ન ખાવા જોઈએ કારણકે જો ખાલી પેટે કેળા ખાવામાં આવે તો ભૂખ મરી જાય છે જે શરીરના સ્વાસ્થ્ય માટે સારું નથી. આ ઉપરાંત ઘણાં લોકો રાત્રે સુતા પહેલા કેળા ખાવાનું કહે છે, પરંતુ એ સમય યોગ્ય નથી કારણકે રાત્રે કેળા ખાવાથી કફની સમસ્યા પણ થઈ શકે છે. જો આયુર્વેદનું માનીએ તો કેળા સવારે હળવો નાસ્તો કાર્ય બાદ ખાવા ગુણકારી છે. અને કેળા સવારે 8 થી 9 વાગ્યા સુધીમાં ખાવ તો વધુ લાભદાયી નીવડે છે.
એકદમ કાચા અથવા મધ્યમ પાકેલા કેળા ન ખાવા એ માટે તમે કેળા પાર કાળા કલરની ટપકી વાળા કેળા પસંદ કરી શકો છો જે ખાવામાં એકદમ તમારા માટે સારા અને પોચા રહેશે જે વધુ ફાયદો થશે. તો મિત્રો અંતમાં એટલું જ કહેવાનું કે કેળા આપણા સ્વાસ્થ્ય માટે ગુણોથી ભરપુર હોય છે. કેળાનું સેવન બધા જ લોકો માટે ખુબ જ ફાયદાકારક હોય છે.
નોંધ : નમસ્કાર વાંચક મિત્રો www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ પર મુકવામા આવતા દરેખ લેખ અન્ય વેબસાઈટ અથવા સોર્સ પર થી લેવામા આવે છે. કોઈ પણ નુસખા કે ઘરેલું ઉપચાર કરતા પહેલા ડોક્ટર ની સુલાહ જુરુર લેવી. જો કોઈ આડ અસર થશે તો તેના માટે જવાબદાર www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ રહેશે નહી તેની ખાસ નોંધ લેવી.