રસોડામાં રહેલ લવિંગના આવા ફાયદા ભાગ્યે જ જાણતાં હશો. આટલી તકલીફો માં ડોક્ટર પાસે નહીં જવું પડે

મિત્રો તમે તમારા રસોડામાં રહેલા લવિંગનો તો ઉપયોગ કરતા હશો. જેનો ઉપયોગ અનેક રીતે રસોઈમાં, તેમજ ઘરેલું ઉપચાર માટે પણ કરવામાં આવે છે. કહેવાય છે કે લવિંગમાં ઘણી બીમારીને દુર કરવાના ગુણ રહેલા છે. આથી તમે ઘરેલું ઉપચાર તરીકે તેનો ઉપયોગ કરી શકો છો. તેનો મુખ્ય ઉપયોગ તો જયારે તમને ઉલટી થતી હોય ત્યારે કરવામાં આવે છે.

લવિંગનો ઉપયોગ પૂજાપાઠમાં પણ કરવામાં આવે છે. આ ખુબ નાના દેખાતા લવિંગ ના ઘણા ફાયદાઓ છે. ઘણી વખત આપણે ઉલટો ખોરાક લેવાથી અથવા તો કોઈ અન્ય કારણથી ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આવા સમયે દર વખતે દવા લેવી ઠીક નથી. અથવા તો ઘણી વખત યોગ્ય દવા ન મળતા બીજી પરેશાની થઈ શકે છે. ચાલો લવિંગના ફાયદા વિશે જાણી લઈએ.

જયારે તમને શરદી કે તાવ આવે છે ત્યારે તમે લવિંગના ઉપયોગ વિશે તો જાણતા હશો. જયારે તમને શરદી કે તાવ આવે ત્યારે એક-બે લવિંગ મોઢામાં રાખીને તેના રસને ચૂસતા રહો. તેનાથી તમને શરદીના કારણે થતી ગળાની ખરાશ અને દર્દમાં રાહત મળશે. કોરી ઉધરસમાં પણ લવિંગ રાહત આપે છે.

જો તમે દાંતમાં તીવ્ર દુખાવો થતો હોય તો લવિંગના તેલમાં રૂ બોળીને દાંતમાં દબાવી દો. તેનાથી તમને દાંતના દર્દમાં રાહત મળશે. માથાનો દુખાવો થવા પર, સાંધામાં દુખાવો થવા પર લવિંગના તેલથી મસાજ કરવાથી રાહત મળે છે.

એક વિશેષ વાત એ છે કે લવિંગથી પેટમાં થતી એસીડીટી પર રાહત મળે છે. જો તમે કોઈ મુસાફરી કરવા જઈ રહ્યા છો ઉલટી થવાની સંભાવના લાગતી હોય તો લવિંગને મિશ્રી ની સાથે લેવાથી રાહત મળે છે. ઓફિસમાં કલાકો સુધી બેસી રહેવાથી ઘણી વખત પેટમાં ભારેપણું જેવું અનુભવ થાય છે, આ માટે એક-બે કલાકના અંતરે લવિંગને મોઢામાં નાખીને ચૂસવું. તેનાથી આરામ મળશે.

લવિંગના સેવનથી પાચક રસ સક્રિય થાય છે. જેના કરને ભૂખ લાગે છે. આથી લવિંગને મોઢામાં રાખને ચૂસવું જોઈએ. લવિંગ રોગપ્રતિકારક ક્ષમતા વધારે છે. ઘણી વખત લોકોને ગેસ અને કબજિયાત જેવી સમસ્યા રહે છે. પણ તે માટે વારંવાર દવા લેવી નુકસાન કરે છે, જો તમને કબીજીયાતની સમસ્યા છે તો સવારે પાણીમાં બે ટીપા લવિંગનું તેલ નાખીને પીવાથી આરામ મળે છે.

નોંધ : નમસ્કાર વાંચક મિત્રો www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ પર મુકવામા આવતા દરેખ લેખ અન્ય વેબસાઈટ અથવા સોર્સ પર થી લેવામા આવે છે. કોઈ પણ નુસખા કે ઘરેલું ઉપચાર કરતા પહેલા ડોક્ટર ની સુલાહ જુરુર લેવી. જો કોઈ આડ અસર થશે તો તેના માટે જવાબદાર www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ રહેશે નહી તેની ખાસ નોંધ લેવી.

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *