શરીર ની તમામ નસો સાફ કરી નાખશે આ વસ્તુ તમે વિચાર્યું પણ નહિ હોય …આગળ શેર કરો

લસણ બે કળી…. અઠવાડિયામાં બે વખત કરો સેવન ….

મિત્રો આપણે જાણીશું કે કાચા લસણથી આપણા શરીરને શું શું ફાયદા થાય છે. અને જો તે આપણા રોજીંદા જીવનમાં અઠવાડિયામાં બે થી ત્રણ વાર લસણનું સેવન કરવામાં આવે તો આપણે ક્યારેય પણ કોઈ બીમારી સામે લડવાનો વારો નથી આવતો. આયુર્વૈદમાં પણ લસણ વિશે ઘણી બધી વાતો છે તેમાંથી આપણે આજે જાણીશું કે લસણથી ક્યાં ક્યાં ફાયદાઓ થાય છે.

લસણથી આપણા શરીરને ઘણા બધા ફાયદાઓ થાય છે પરંતુ જો લસણનો સાચી રીતે ઉપયોગ કરવામાં આવે તો. આપણને બધાને ખબર જ છે કે જૈન ધર્મમાં લસણ ખાવા પર પ્રતિબંધ હોય છે. લસણ અને ડુંગળીનું સેવન જો દરરોજ કરવું હોય તો તેની એક માત્રા નક્કી કરીને તે પ્રમાણે ખાવું જોઈએ. નહિ તો તે આપણા શરીરને નુકસાન પણ પહોંચાડી શકે છે. પરંતુ જો માત્ર કાચું લસણ ખાવામાં આવે તો તે આપણા શરીરના ઘણા રોગોને મટાડી શકે છે. અને જો વધારે પ્રમાણમાં લસણ ખાવામાં આવે તો તે આપણા મગજને ખુબ જ તામસી બનાવે છે.

પરંતુ જો લસણનો ખરા અર્થમાં ઉપયોગ કરવામાં આવે તો તેના ફાયદા જ ફાયદા આપણને થાય છે. માની લો કે આપણે અઠવાડિયામાં બે વખત ખાઈએ તો તેના ખુબ જ ફાયદા થાય છે. ઘણી બધી એવી ઔષધી છે તેમાં પણ લસણનો ઉપયોગ કરવામાં આવે છે. આપણા જે પૂર્વજો હતા તે પણ લસણનો ખુબ જ ઉપયોગ કરતા હતા. તે દવામાં તો કરતા જ હતા પરંતુ ખાવામાં પણ ખુબ જ લેતા હતા. લસણનું સેવન કરવાથી આપણા શરીરમાં બ્લડ સર્ક્યુલેશન સારી રીતે થાય છે. તેના કારણે પહેલાના સમયમાં લોકોને હાર્ટએટેક ખુબ જ ઓછા પ્રમાણમાં આવતા કેમ કે તે લોકો જમવામાં લસણનો ઉપયોગ કરતા હતા.

તો મિત્ર ચાલો જાણીએ કે લસણનું સેવન કરવાથી શું શું ફાયદાઓ થાય છે :

આપણે સવારે ઉઠીને ખાલી પેટે અઠવાડિયામાં બે વખત લસણની બે કળીને મધ સાથે ખાઈએ તો યૌન ક્ષમતા વધી જાય છે પછી તે સ્ત્રી હોય કે પુરુષ હોય બંને ની યૌન ક્ષમતા વધી જાય છે. અને સ્ત્રીઓ માટે જો પીરીયડ્સની પણ કોઈ સમસ્યા હોય તો તેમાં પણ રહતા મળે છે.

કોઈ પણ વ્યક્તિને નાઈટફોલની સમસ્યા રહેતી હોય છે તે લોકોએ રાત્રે સુતા પહેલા માત્ર એક લસણની કળી ખાઈને સુઈ જવાનું છે એક અઠવાડિયામાં આ પ્રોબ્લેમનું નિવારણ આવી જાય છે.

જે લોકોને પણ બ્લડ પ્રેશરની તકલીફ હોય તે લોકો પણ લસણ રાત્રે સુતા પહેલા એક કળી કાચી ખાઈને સુઈ જવાનું અથવા તો સવારે ખાલી પેટે પણ લસણ ખાવામાં આવે તો પણ બ્લડપ્રેશરની સમસ્યા થોડા જ દિવસોમાં દુર થઇ જાય છે. પરંતુ એક ખાસ ધ્યાન રાખવાનું છે કે લસણનું સેવા અઠવાડિયામાં માત્ર બે થી ત્રણ વાર ખાવાનું છે.

લસણમાં એન્ટીબેક્ટેરીયલ પણ હોય છે તે આપણા શરીરમાં કોઈ ચામડીને લગતી એલર્જી હોય અથવા તો ખંજવાળ પણ આવતી હોય તો ત્યાં પણ આપણે લગાવી શકીએ છીએ. ચામડીને લગતા દરેક ઇન્ફેકશનમાં આ પ્રયોગ કરવાથી ખુબ સરસ રીઝલ્ટ આવે છે.

જે લોકોને કોલેસ્ટ્રોલની સમસ્યા હોય તે લોકોને પણ લસણનું સેવન કરવું જોઈએ પરંતુ ત્યારે લસણને ખાલી પેટે લેવાનું છે અને તે પણ દૂધ સાથે. પરંતુ આ પ્રયોગ પણ અઠવાડિયામાં માત્ર બે વખત જ કરવાનો છે.

જૈન ધર્મમાં શા માટે લસણ ખાવાની ના હોય છે તેના વિશે પણ આપણે થોડું જાણી લઈએ. જૈન ધર્મના લોકો એટલા માટે લસણ ખાવાની ના પાડે છે કારણ કે લસણમાં ખુબ વધારે પાવરફુલ સ્ટીમ્યુલેટર હોય છે જે આપણી ઉત્તેજનાની ક્ષમતાને ખુબ જ વધારી દે છે. અને જૈન ધર્મમાં સંયમનું ખુબ જ મહત્વ હોય છે. એટલા માટે લસણનું સેવન ખુબ જ ઓછી માત્રમાં કરવું જોઈએ.

નોંધ : નમસ્કાર વાંચક મિત્રો www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ પર મુકવામા આવતા દરેખ લેખ અન્ય વેબસાઈટ અથવા સોર્સ પર થી લેવામા આવે છે. કોઈ પણ નુસખા કે ઘરેલું ઉપચાર કરતા પહેલા ડોક્ટર ની સુલાહ જુરુર લેવી. જો કોઈ આડ અસર થશે તો તેના માટે જવાબદાર www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ રહેશે નહી તેની ખાસ નોંધ લેવી.

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *