સવારે ખાલી પેટ ગૌમૂત્રના સેવન કરવાથી તમારા શરીરમાં કેવા કેવા ફેરફાર થાય છે તે જાણીને તમે ચૌંકી જશો.
સવારે ખાલી પેટ ગૌમૂત્રના સેવનના અદ્દભુત અને અસરકારક ફાયદાઓ…
મિત્રો આજે અમે ખુબ જ મહત્વની જાણકારી લઈને આવ્યા છીએ જેમાં ઘણી બીમારીઓનો ઈલાજ રહેલો છે. આજે અમે જણાવશું કે કંઈ રીતે સવારે ખાલી પેટ ગૌમૂત્રનું સેવન કરીને તમે ઘણી બધી બીમારીઓથી બચી શકો છો.
પ્રાચીન કાળથી જ હિંદુ ધર્મમાં ગાયને માતા કાહેવામાં આવે છે. ગાયનું દૂધ, તેનું ઘી, તેનું છાણ ઈત્યાદી વસ્તુ આપણા શરીરને સ્વસ્થ રાખે છે. એટલું જ નહિ પરંતુ ગાયનું ગૌમૂત્ર પણ આપણા સ્વાસ્થ્ય માટે એટલું જ લાભદાયી છે. તે આપણને રોગમુક્ત બનાવે છે. દેશમાં ગાયો ઘણી પ્રકારની જોવા મળે છે. આમ તો દરેક પ્રકારની ગાય આપણા માટે લાભદાયી જ હોય છે. પરંતુ શુદ્ધ દેશી ગાય જો આપણી પાસે હોય તો સમજી લેવું કે આપણી પાસે કોઈ કિંમતી વસ્તુ છે જેની કોઈ કિંમત ક્યારેય પણ આંકી ન શકાય.
આમ તો શુદ્ધ દેશી ગાય દૂધ ઘણું ઓછું આપે છે પરંતુ તેના કારણે જ તેના મૂત્રમાં વધારે માત્રામાં ઔષધીય ગુણ જોવા મળે છે. તમે ગાયના દુધથી થનાર 100 ફાયદાઓ વિશે તો જાણતા જ હશો. પરંતુ કદાચ ગૌમૂત્રના અગણિત ફાયદાઓથી અજાણ હશો. પ્રાચીન કાળથી ગૌમૂત્રનો ઉપયોગ એક ઔષધી તરીકે કરવામાં આવ્યો છે.
સૌપ્રથમ આપણે જાણી લઈને કે ગૌમૂત્રનું સેવન ક્યારે અને કેવી રીતે કરવું જોઈએ. મિત્રો સૌથી પહેલા તો જણાવી દઈએ કે સૌથી ઉત્તમ ગૌમૂત્ર એક શુદ્ધ દેશી ગાયનું હોય છે તેમજ ક્યારેય પણ બીમાર અને ગર્ભવતી ગાયનું મૂત્ર ન પીવું જોઈએ. આ ઉપરાંત એક સ્વસ્થ વ્યક્તિએ માત્ર 50 ગ્રામ તેમજ બીમાર વ્યક્તિએ 100 ગ્રામ ગૌમૂત્રનું સેવન કરવું. તેનાથી વધારે ન કરવું નહિ તો શરીરને નુકશાન થઇ શકે છે.
એક ગાયનું ગૌમૂત્ર હંમેશા કાચ અથવા માટીના વાસણમાં લેવું અને ત્યાર બાદ તેને સ્વચ્છ કપડાથી ત્રણ વાર ગાળી લેવું અને ત્યાર બાદ એક કપના ચોથા ભાગ જેટલા ગૌમૂત્રનું સેવન સવારે ખાલી પેટ કરવું જોઈએ.
હવે વાત કરીએ તેનાથી થતા ફાયદાની. તો ગૌમૂત્ર જીવાણું નાશક હોય છે અને તેમાં નાઈટ્રોજન, કોપર, ફોસ્ફેટ, પોટેશિયમ અને યુરિક એસીડ જેવા મહત્વના અનેક ઘટકો રહેલા હોય છે જે ઘણા રોગોને દુર કરી આપણું શરીર સ્વસ્થ રાખવામાં મદદ કરે છે .
નિયમિત આ રીતે ગૌમૂત્રનું સેવન કરવાથી રોગ પ્રતીકારકતા વધે છે અને રક્ત શુદ્ધ થાય છે. તે મગજ અને હૃદય બંનેને શક્તિશાળી બનાવે છે. કરકયુંમીન નામના તત્વની ઉણપથી કેન્સર થાય છે. પરંતુ તે ગૌમૂત્રમાં સારી માત્રામાં હોય છે તેથી ગળાનું, પેટ તથા અન્ન નળીનું કેન્સર દુર કરવામાં મદદ કરે છે.
ટીબીના દર્દી માટે પણ લાભદાયી છે. જો કોઈ વ્યક્તિને ટીબી હોય તો તે ડોઝ દ્વારા 9 મહિનામાં ખતમ થાય છે જ્યારે ગૌમૂત્રના નિયમિત સેવનથી તેને 3 થી 6 મહિનામાં દુર કરી શકાય છે અને જો ડોઝની સાથે સાથે સવારે ખાલી પેટ ગૌમૂત્રનું પણ સેવન કરવામાં આવે તો ટીબી માત્ર 2 જ મહિનામાં ખતમ થઇ જાય છે.
આપણા શરીરમાં સલ્ફર નામક તત્વની ઉણપથી આપણને ત્વચા સંબંધી અલગ અલગ રોગો થતા હોય છે. તો ગૌમૂત્રનું જો નિયમિત સેવન કરવામાં આવે તો ત્વચા સંબંધી કોઈ પણ રોગ દુર કરી શકાય છે. આ ઉપરાંત ત્રીફળા અને ગૌમૂત્રનું એક સાથે નિયમિત સેવન કરવાથી એનીમિયાની સમસ્યાને દુર કરી શકાય છે.
આ ઉપરાંત વાત્ત, પિત્ત અને કફ ત્રણેયને નિયંત્રિત કરવા માટે માત્ર એક ગૌમૂત્ર જ કાફી છે. માત્ર નિયમિત ખાલી પેટ ગૌમૂત્રનું સેવન કરીને વાત્ત, પિત્ત અને કફ ત્રણેય સમસ્યાનું નિવારણ લાવી શકાય છે.
આ ઉપરાંત સૌથી મોટો ફાયદો એ છે કે આપણા શરીરની વધારાની ચરબીને ઓગાળી નાખે છે અને આપણને સ્લીમ અને સુંદર બનાવવામાં મદદરૂપ છે તેના માટે ચાર ટીપા ગૌમૂત્ર લેવું તેમાં બે ચમચી મધ અને એક ચમચી લીંબુનો રસ ઉમેરવો અને મિક્સ કરી તેનું સેવન નિયમિત રીતે સવારે ખાલી પેટ કરવું. તેનાથી પેટ ઘટે છે તેમજ વજન અને ચરબી પણ ઘટે છે.
નોંધ : નમસ્કાર વાંચક મિત્રો www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ પર મુકવામા આવતા દરેખ લેખ અન્ય વેબસાઈટ અથવા સોર્સ પર થી લેવામા આવે છે. કોઈ પણ નુસખા કે ઘરેલું ઉપચાર કરતા પહેલા ડોક્ટર ની સુલાહ જુરુર લેવી. જો કોઈ આડ અસર થશે તો તેના માટે જવાબદાર www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ રહેશે નહી તેની ખાસ નોંધ લેવી.